KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઓગસ્ટ 2026માં આ 7 સીટર કાર લોકોની પહેલી પસંદ બની

ઓગસ્ટ 2026માં ભારતમાં 7-સીટર કારના વેચાણમાં મારુતિ સુઝુકી અર્ટિગા સૌથી આગળ રહી છે. મહિન્દ્રા સ્કોર્પિયો અને XUV 7XOએ પણ મજબૂત વેચાણ નોંધાવ્યું છે.

desk@kuberanowPublished On : 17 Sept 2026
car
ઓગસ્ટ ઓટો વેચાણમાં 7-સીટરનો ટ્રેન્ડAI Generated Image

ઓગસ્ટ 2026માં ભારતમાં 7-સીટર કાર સેગમેન્ટમાં પરિવાર માટેની કારોની માંગ જોવા મળી છે. વેચાણના આંકડા મુજબ મારુતિ સુઝુકી અર્ટિગા સૌથી વધુ વેચાયેલી 7-સીટર કાર રહી છે, જ્યારે મહિન્દ્રાની SUV કારોએ પણ મજબૂત પ્રદર્શન કર્યું છે.


અર્ટિગા રહી નંબર-1

મારુતિ સુઝુકી અર્ટિગાની ઓગસ્ટ 2026માં કુલ 18,516 યુનિટ વેચાઈ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં આ આંકડો 18,445 યુનિટ હતો, એટલે કે વેચાણમાં 0.4%નો વધારો નોંધાયો છે.


સ્કોર્પિયોના વેચાણમાં મોટો ઉછાળો

મહિન્દ્રા સ્કોર્પિયો 15,576 યુનિટ વેચાણ સાથે બીજી સૌથી વધુ વેચાયેલી 7-સીટર કાર રહી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં 9,840 યુનિટ વેચાયા હતા, જેની સરખામણીએ આ વર્ષે વેચાણમાં 58.3%નો વધારો થયો છે.


અન્ય લોકપ્રિય 7-સીટર કાર

ટોયોટા ઇનોવાના ઓગસ્ટમાં 8,963 યુનિટ વેચાયા હતા. જોકે, ગયા વર્ષની સરખામણીએ તેમાં 3.7%નો ઘટાડો નોંધાયો છે.મહિન્દ્રા XUV 7XOનું વેચાણ 8,541 યુનિટ રહ્યું છે. ગયા વર્ષે આ આંકડો 4,956 યુનિટ હતો, એટલે કે વાર્ષિક ધોરણે 72.3%નો વધારો થયો છે. હિન્દ્રા બોલેરોની 8,159 યુનિટ વેચાઈ છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ 0.6%નો વધારો થયો છે.


અન્ય ટોપ 7-સીટર કારનું વેચાણ

કિયા કેરેન્સ ક્લેવિસ: 6,093 યુનિટ

મહિન્દ્રા XEV 9S: 4,508 યુનિટ

ટોયોટા ફોર્ચ્યુનર: 3,504 યુનિટ

મારુતિ સુઝુકી XL6: 3,293 યુનિટ

ટોયોટા રૂમિયન: 2,396 યુનિટ


આ પણ વાંચો : ગુજરાતની બેન્કોમાં NRI ડિપોઝિટમાં વૃદ્ધિ, એક વર્ષમાં 13,466 કરોડનો ઉછાળો


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM