બોર્ડરૂમ બેટલના પગલે સળંગ ત્રીજા દિવસે ટાટા ગ્રુપના શેરોમાં ઘટાડો જારી
સળંગ ત્રીજા દિવસે ટાટા જૂથની અનેક કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો છે. આમ Tata Groupમાં ચાલતા કોર્પોરેટ લડાઇની અસર જૂથની કંપનીઓના શેરના ભાવ પર પડી છે, તેના ભાવ અડધાથી સાડા ત્રણ ટકા સુધી ઘટ્યા છે.

Tata Stocks Down: ટાટા ગ્રુપમાં બોર્ડરૂમ બેટલની તલવાર ખેંચાઈ ચૂકી છે. એન ચંદ્રશેખરનની નિમણૂકના પગલે ટાટા સન્સ અને નોએલ ટાટાની આગેવાની હેઠળનું ટાટા ટ્રસ્ટ આમનેસામને છે. આ વિવાદની અસર ટાટા જૂથના શેરો પર પણ પડી છે. સળંગ ત્રીજા દિવસે ટાટા જૂથની અનેક કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો છે. આમ Tata Groupમાં ચાલતા કોર્પોરેટ લડાઇની અસર જૂથની કંપનીઓના શેરના ભાવ પર પડી છે, તેના ભાવ અડધાથી સાડા ત્રણ ટકા સુધી ઘટ્યા છે. તેનું કારણ એ કે બજારમાં તેમના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા છે.
Tata Chemicalsમાં નોંધપાત્ર ઘટાડો
ટાટા જૂથના શેરમાં સૌથી વધુ શેર ઘટ્યો હોય તો તે Tata Chemicals ઘટ્યો હતો. ટાટા કેમિકલ્સનો શેર બીએસઇ પર લગભગ ત્રણ ટકાથી વધુ ઘટીને રૂ. 673.10ની નીચી સપાટી બનાવી હતી. કંપનીનો શેર ગઇકાલના બંધ રૂ. 694.60 બંધની સામે રૂ. 705.05 પર ખૂલ્યો હતો. હાઈ પણ તેટલી હતી.
Tata Elexiમાં પણ ઘટાડો
Tata Elexi 2.25 ટકા ઘટીને રૂ. 3,213.20 થયો હતો. ટાટા એલેક્સી ગઇકાલના રૂ. 3,286.50ની સામે રૂ. 3,303.85નો હાઈ બનાવી અને 2.25 ટકાથી વધુ ઘટીને રૂ. 3,200.50નો લો બનાવી લગભગ બે ટકા ઘટી રૂ.3223.25 પર બંધ આવ્યો હતો.
Voltas સૌથી વધુ ઘટ્યો
જ્યારે Voltas 3.37 ટકા ઘટીને રૂ. 1,103.55 પર બંધ થયો આવ્યો હતો. વોલ્ટાસનો શેર ગઇકાલે રૂ. 1,142 પર બંધ આવ્યો હતો. તેના પછી તે 1,143 પર ખૂલીને લગભગ તેટલાની જ હાઈ બનાવી તથા 1,100ની લો બનાવી હતી. આ બતાવે છે કે કંપની પર બોર્ડ રૂમ બેટલની કેટલી વિપરીત અસર પડી રહી છે.
Trent લગભગ 1.50 ટકા ઘટીને બંધ આવ્યો
Trentનો શેર 1.47 ટકા ઘટીને રૂ. 2,773.50 પર બંધ આવ્યો હતો. કંપનીનો શેર અગાઉના દિવસે રૂ. 2,815 પર બંધ હતો અને રૂ. 2,825 પર ખૂલ્યો હતો. તેણે રૂ. 2,845ની હાઈ બનાવી હતી અને રૂ. 2,755.80ની લો બનાવી હતી.
Tata Consumer Productsનો શેર પણ ઘટ્યો
Tata Consumer Productsનો શેર 1.60 ટકા ઘટીને રૂ. 986 પર બંધ આવ્યો હતો. કંપનીનો શેર અગાઉના બંધ રૂ. 1002 સામે રૂ. 1,001.45 પર ખૂલ્યો હતો. 1,006.95ની હાઈ બનાવ્યા પછી તેણે રૂ. 985.45ની લો બનાવી હતી. બોર્ડ રૂમ બેટલે ટાટાની વધુ એક કંપનીને ફટકો માર્યો છે.
Tata Capitalમાં ડાઉનટ્રેન્ડ
આ જ રીતે Tata Capital પણ લગભગ એક ટકા ઘટ્યો હતો. ટાટા કેપિટલ ઘટીને રૂ. 340.65 પર બંધ આવ્યો હતો. તેનો શેર અગાઉના બંધ રૂ. 343.55 પર રૂ. 343.50 પર ખૂલ્યો અને રૂ. 346.45ની ઊંચી સપાટી બનાવ્યા પછી રૂ. 340.45ની લો બનાવ્યા બાદ ઉપરના ભાવે બંધ આવ્યો હતો.
TCSએ પણ ઘટાડો નોંધાવ્યો
TCSના શેરનો ભાવ અગાઉના બંધ રૂ. 2,310.10ની સામે રૂ. 2,310.20 પર ખૂલ્યો હતો. રૂ. 2,318.05ની ટોચ બનાવ્યા પછી રૂ. 2,098ની લો બનાવ્યા બાદ 1.13 ટકા ઘટી રૂ. 2,106 પર બંધ આવ્યો હતો.
Tata Motors Passengers Vehicles 0.75 ટકા ઘટ્યો
Tata Motors Passengers Vehicles 0.75 ટકા ઘટીને રૂ. 299.25 પર બંધ આવ્યો હતો. કંપનીનો શેર અગાઉના બંધ રૂ. 301.50 સામે રૂ. 301.95 પર ખૂલી રૂ. 302.95ની હાઈ બનાવી રૂ. 298.55ની લો બનાવીને ઘટીને બંધ આવ્યો હતો. ટાટા મોટર્સ કોમર્સિયલ વ્હીકલ્સ 0.72 ટકા ઘટીને રૂ. 441.30 પર બંધ આવ્યો હતો. આમ ટાટા જૂથના શેરો લગભગ અડધા ટકાથી લઈને સાડા ત્રણ ટકા સુધી ઘટ્યા છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

