KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Optiemus infracomનું બે જ દિવસમાં લગભગ 50 ટકા જેટલું છપ્પરફાડ વળતર

સરકારનો એક જ નિર્ણય અને કંપનીના નસીબ આડેથી પાંદડું હટી ગયું

desk@kuberanowPublished On : 23 Sept 2026
Optimus
AI GENERATED IMAGE

Optiemus infracom share price: સરકારનો એક નિર્ણય અને નિફ્ટી માઇક્રોકેપ 250માં સામેલ Optiemus infracomના શેર માટે માર્કેટ સેન્ટિમેન્ટ એકદમ બદલાઈ ગયા. છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી સુસ્ત ચાલતા આ શેરમાં સળંગ બે દિવસ અપર સર્કિટ જોવા મળી. રોકાણકારોને ફક્ત બે દિવસમાં 44 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે.


બુધવારે સત્રના પ્રારંભમાં આ શેરમાં થોડી નફાકીય વેચવાલી જોવા મળી, પરંતુ પ્રારંભિક કારોબારના પ્રથમ કલાકમાં સ્ટોકે 12 ટકાથી પણ વધુ તેજી નોંધાવી હતી. સ્ટોકમાં આ તેજી મોબાઇલ સ્ક્રીન પર પ્રોટેક્ટર પર સરકારના નવા નિયમોના લીધે છે. કંપની આ નવા નિયમોનો ફાયદો ઉઠાવવાની મજબૂત સ્થિતિમાં છે.


બુધવારે બજાર ખૂલતા બજારમાં અપર સર્કિટ

બુધવારે બજાર ખુલવાની સાથે ઓપ્ટિમસ ઇન્ફ્રાકોમના શેરમાં અપર સર્કિટ જોવા મળી હતી. તેના પછી શેર 850.05 પર ઉપરના સ્તરે હિટ કર્યો. સોમવારે 21 સપ્ટેમ્બરના રોજ આ શેર રૂ. 590ના સ્તર પર બંધ હતો. આમ ફક્ત બે જ દિવસમાં આ શેર 44 ટકા વધ્યો. આમ મહદ અંશે જોઈએ તો આ વધારો 50 ટકા સુધીનો કહી શકાય.


જો કે છેલ્લા બે દિવસની તેજી પછી પણ આ શેરમાં વાર્ષિક ધોરણે વળતર 19 ટકા જ છે. આ તેજી પહેલા રોકાણકારોનું એક વર્ષને વળતર નેગેટિવ હતું. માર્ચના અંતમાં આ શેર 300 રૂપિયાથી પણ નીચે ઉતરી ગયો હતો. તેના પછી શેર વધવાનો શરૂ થયો હતો, ઓગસ્ટમાં તેણે 650 રૂપિયાની સપાટી વટાવી હતી. જો કે તેના પછી તેના પર દબાણ આવતા આ શેર ઘટ્યો હતો. તેના પછી શેર 600 રૂપિયાની નીચે જ હતો. જો કે નવા સમાચારે સેન્ટિમેન્ટ બદલ્યા અને શેર હાલમાં 600ની આસપાસ છે.


મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગૂડ્સ રિક્વાયરમેન્ટ ઓફ કમ્પલસરી રજિસ્ટ્રેશન ઓર્ડર 2021માં ફેરફાર કર્યો છે. આ ફેરફારના લીધે સ્માર્ટફોનના સ્ક્રીન પ્રોટેક્ટરને કમ્પલસરી રજિસ્ટ્રેશન ઓર્ડર એટલે કે સીઆરઓના કાર્યક્ષેત્રમાં સમાવવામાં આવ્યો છે. નવો નિયમ પહેલી એપ્રિલ 2027થી અમલમાં આવશે.


આ તારીખ પછી, ભારતમાં સ્માર્ટફોન સ્ક્રીન પ્રોટેક્ટરનું ઉત્પાદન, આયાત, સંગ્રહ અથવા વેચાણ કરવા માટે, ઉત્પાદને નિર્ધારિત ભારતીય ધોરણોનું પાલન કરવું આવશ્યક છે. ઉત્પાદન BIS-રજિસ્ટર્ડ ફેક્ટરીમાં ઉત્પાદિત હોવું જોઈએ અને પ્રમાણભૂત ચિહ્ન ધરાવતું હોવું જોઈએ.

 

ઓપ્ટિમસને કઈ રીતે ફાયદો?

ભારતના સ્ક્રીન પ્રોટેક્ટર બજારનો મોટો હિસ્સો હાલમાં આયાત દ્વારા પૂરો થાય છે, જેમાં ચીની ઉત્પાદનોનો નોંધપાત્ર હિસ્સો છે. વધુમાં, બજાર મોટાભાગે અસંગઠિત રહે છે. ઇક્વિરસ સિક્યોરિટીઝના નીલ મહેતા માને છે કે નવા નિયમોથી ઓપ્ટિમસ ઇન્ફ્રાકોમ સૌથી વધુ ફાયદો મેળવી શકે છે. આનું કારણ એ છે કે કંપનીએ નિયમો અમલમાં આવે તે પહેલાં જ સ્ક્રીન પ્રોટેક્ટર વ્યવસાય માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપની પાસે નોઇડામાં ઇન-હાઉસ ડ્યુઅલ-સ્ટેજ કેમિકલ ટેમ્પરિંગ સુવિધા છે.


ઇક્વિરસના જણાવ્યા મુજબ, કંપની પાસે પહેલાથી જ ટેમ્પરિંગ ક્ષમતાઓ, કોર્નિંગ સાથે ગ્લાસ જોડાણ અને ગ્રાહકો સુધી સીધા પહોંચવા માટે બ્રાન્ડેડ B2C વિતરણ છે. આ જ કારણ છે કે તે અન્ય ખેલાડીઓ કરતાં વધુ સારી સ્થિતિમાં હોવાનું માનવામાં આવે છે.


ઓપ્ટિમસનો અંદાજ છે કે ભારતમાં સ્ક્રીન પ્રોટેક્શન માર્કેટનું વર્તમાન કદ આશરે ₹20,000 કરોડ છે. હાલમાં, આ માંગ લગભગ બધી જ આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. કંપનીનો અંદાજ છે કે ભારતનું સ્ક્રીન પ્રોટેક્ટર માર્કેટ 2030 સુધીમાં વધીને ₹40,000 કરોડ થઈ શકે છે.


આ પણ વાંચો

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM