KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

IPO બજારમાં આજે રોકાણકારો માટે ત્રણ નવા Mainboard ઈશ્યૂ ખુલશે. Glass Wall Systems India, Prasol Chemicals અને Kanohar Electricals મળીને બજારમાંથી આશરે ₹1,983.63 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

desk@kuberanowPublished On : 8 Sept 2026
IPO Update
DividendAI Generated Image

IPO બજારમાં આજે રોકાણકારો માટે ત્રણ નવા Mainboard ઈશ્યૂ ખુલશે. Glass Wall Systems India, Prasol Chemicals અને Kanohar Electricals મળીને બજારમાંથી આશરે ₹1,983.63 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. બીજી તરફ, Qualiance Internationalનો SME IPO આજે અરજી માટે બંધ થશે. પ્રાથમિક બજારમાં 8 સપ્ટેમ્બરે રોકાણકારોની વ્યસ્તતા વધવાની છે. આજે ત્રણ Mainboard IPO એકસાથે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. જોકે, SME વિભાગમાં આજે કોઈ નવો IPO ખુલવાનો નથી.


Glass Wall Systems India


Glass Wall Systems Indiaનો ₹427.89 કરોડનો IPO આજે ખુલશે અને 10 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. કંપનીએ પ્રતિ શેર ₹172થી ₹182ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. એક લોટમાં 82 શેર હોવાથી અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા ₹14,924નું રોકાણ કરવું પડશે.


Prasol Chemicals


Prasol Chemicalsનો ₹500 કરોડનો IPO 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેન્ડ ₹643થી ₹676 અને એક લોટનું કદ 22 શેર છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક લોટ માટે ઓછામાં ઓછા ₹14,872નું રોકાણ જરૂરી બનશે.


Kanohar Electricals


આજના ત્રણ IPOમાં Kanohar Electricalsનો ઈશ્યૂ સૌથી મોટો છે. કંપની IPO દ્વારા ₹1,055.74 કરોડ એકત્ર કરવા માગે છે. પ્રાઇસ બેન્ડ ₹601થી ₹632 અને લોટ સાઇઝ 23 શેર નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારે અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક લોટ માટે ₹14,536નું રોકાણ કરવું પડશે. IPO 10 સપ્ટેમ્બરે બંધ થશે.


હાલમાં બે IPO ખુલ્લા


Mainboard વિભાગમાં Pranav Constructionsનો ₹351.03 કરોડનો IPO હાલમાં સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો છે. તેની પ્રાઇસ બેન્ડ ₹118થી ₹124 અને લોટ સાઇઝ 120 શેર છે. IPO 9 સપ્ટેમ્બરે બંધ થશે.


SME વિભાગમાં Apana Logisticsનો ₹34.14 કરોડનો IPO પણ 9 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપનીએ પ્રતિ શેર ₹60નો નિશ્ચિત ભાવ અને 2,000 શેરની લોટ સાઇઝ રાખી છે.


Qualiance Internationalનો IPO આજે બંધ


Qualiance Internationalનો ₹45.11 કરોડનો SME IPO આજે સબસ્ક્રિપ્શન માટે બંધ થશે. તેની પ્રાઇસ બેન્ડ ₹120થી ₹127 અને લોટ સાઇઝ 1,000 શેર છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક લોટનું મૂલ્ય ₹1.27 લાખ થાય છે. આજે કોઈ Mainboard IPO બંધ થવાનો નથી.


આ પણ વાંચો: રોકાણકારોની નજર આજના આ ડિવિડન્ડ શેરો પર


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM