KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

UPI Transaction Charges : UPIથી રૂ. 2,000થી વધુની ખરીદી પર તમને શું અસર થશે?

UPI પેમેન્ટ્સ એપને નજીવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટથી FY28 સુધીમાં વાર્ષિક રૂ. 22,000 કરોડની જંગી કમાણીની શક્યતાનો બર્નસ્ટીનના રિપોર્ટમાં દાવો

desk@kuberanowUpdated On : 16 Sept 2026
UPI MDR
AI Generated Image

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને બેન્કો અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર્સને રૂ. 2000 સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારની ફી ચાર્જ કરવા પર પ્રતિબંધ મૂકી દીધોછે જ્યારે તેનાથી વધુ કિંમતના પેમેન્ટ્સને મુક્તિની મર્યાદામાંથી બહાર રાખી છે. સરકારના આ નોટિફિકેશનનો અર્થ એ થાય છે કે બેન્કો અને પેમેન્ટ એપ રૂ. 2,000થી વધુના UPI પેમેન્ટ્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચાર્જીસ વસૂલી શકશે.


મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતો ચાર્જ છે. MDR ડિજિટલ પેમેન્ટ્સના પ્રોસેસિંગ માટે વેપારીઓ પાસેથી વસૂલવામાં આવે છે અને ટ્રાન્ઝેક્શનના પ્રોસેસિંગમાં સામેલ બેન્કો તથા અન્ય એપ્સમાં તે વહેંચવામાં આવે છે. જેમ કે, ક્રેડિટ કાર્ડ્સ પર ટ્રાન્ઝેક્શન વેલ્યુના 1થી 3 ટકા જ્યારે ડેબિટ કાર્ડ્સ માટે 0.9 ટકા વસૂલવામાં આવે છે. આ ચાર્જીસ વેપારી પાસેથી વસૂલવામાં આવતો હોવા છતાં ગ્રાહકો પર તેની અસર થતી હોય છે. જેમકે, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ્સ કરતી વખતે વેપારીઓ MDR ચાર્જ મોટાભાગે ગ્રાહકો પર નાંથી દેતા હોયછે.

કાર્ડ પેમેન્ટ્સ પર લાગતા MDRથી વિપરિત UPI પેમેન્ટ્સ જાન્યુઆરી 2020થી અત્યાર સુધીમાં શૂન્ય MDR રિજિમ હેઠળ કામ કરે છે. એટલે કે વ્યક્તિથી વ્યક્તિને કરવામાં આવતા પેમેન્ટ્સ પર કોઈ MDR કે ફી વસૂલી શકાતી નથી. એટલે કે તમે તમારા મિત્ર અથવા ન્ય કોઈ વ્યક્તિને રૂ. 2,000 કે તેથી વધુ રકમ મોકલો તો તેના પર કોઈ ફી લાગુ પડતી નથી. જોકે, ક્રેડિટ કાર્ડ્સ પેમેન્ટની જેમ UPIથી પેમેન્ટમાં પણ આગામી સમયમાં વેપારીઓ MDR ગ્રાહકો પર નાંખી દે તેવી સંભાવનાઓ છે.


રૂ. 314 લાખ કરોડના મૂલ્યના 24,000 કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શન

વ્યક્તિથી વ્યક્તિના UPI ટ્રાન્ઝેક્શન તેમજ વેપારીઓ સાથે રૂ. 2,000થી ઓછા ટ્રાન્ઝેક્શનને સંભવિત ચાર્જીસમાંથી બહાર રાખવાનું એક કારણ એ પણ છે કે આવી ફી UPI ટ્રાન્ઝેક્શનના નોંધપાત્ર હિસ્સા પર અસર કરી શકે છે. 2025-26માં પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) UPI ટ્રાન્ઝેક્શનમાં રૂ.2000થી વધુના ટ્રાન્ઝેક્શનની સંખ્યા માત્ર 4 ટકા હતી, પરંતુ મૂલ્યની દૃષ્ટિએ તે કુલ UPI ટ્રાન્ઝેક્શન પેમેન્ટ્સના લગભગ બે તૃતિયાંશ હિસ્સો ધરાવતા હતા. 2025-26માં 314 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 24,000 કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા.


નવા નોટિફિકેશન સાથે કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધી રહી છે તેના સંકેત આપી દીધા છે. જોકે ઓગસ્ટમાં સંસદમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ પસાર કર્યા પછી નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, UPI પર રજૂ કરવામાં આવનાર MDR મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનના મર્યાદિત રીતે જ લાગુ કરી શકાશે અને આ ચાર્જ પણ એકદમ સામાન્ય હશે. વ્યક્તિથી વ્યક્તિના ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રાખવાના રહેશે.


ભારતની પેમેન્ટ્સ એપ્સને વાર્ષિક ₹22,000 કરોડની નવી આવક થઈ શકે

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીન (Bernstein)ના અંદાજ અનુસાર, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના મોટા ટ્રાન્ઝેક્શન્સ પર 40 બેસિસ પોઇન્ટ્સ (0.40%) સુધીનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2027-28 (FY28) સુધીમાં ભારતની પેમેન્ટ્સ એપ્સને વાર્ષિક આશરે ₹22,000 કરોડની નવી આવક થઈ શકે છે.અત્યાર સુધી ઝીરો-MDR મોડલ પર ચાલી રહેલા ડિજિટલ પેમેન્ટ્સ માળખા માટે આ પગલું કમાણી (મોનેટાઇઝેશન)ની મોટી તક ઊભી કરી શકે છે.


બર્નસ્ટીનના વિશ્લેષણ મુજબ, આ કુલ આવકમાં મોટો હિસ્સો બેન્કોને મળી શકે છે જ્યારે થર્ડ પાર્ટી એપ્સનો હિસ્સો સામાન્ય હોઈ શકે છે. UPI ટ્રાન્ઝેક્શનમાં બેન્કોને અંદાજે રૂ. 14,000 કરોડ મળી શકે છે. ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરતી ઇશ્યુઇંગ અને એક્વાયરિંગ બેંકોને આ પૂલમાંથી લગભગ 55%–60% જેવો મોટો હિસ્સો મળી શકે છે. આ સિવાય PhonePe, Google Pay, PayTM જેવી થર્ડ-પાર્ટી પેમેન્ટ એપ્સ (TPAPs) અને મર્ચન્ટ સાઇડ એપ્સના હિસ્સામાં આશરે ₹7,000 કરોડ આવી શકે છે. બાકીનો નાનો હિસ્સો એટલે કે આશરે 5% પેમેન્ટ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જઈ શકે છે.


₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન્સ વોલ્યુમની દ્રષ્ટિએ માત્ર 4%

બર્નસ્ટીનના જણાવ્યા અનુસાર, સરકારની નવી વ્યવસ્થા હેઠળ સામાન્ય ગ્રાહકોને કોઈ વિશેષ અસર નહીં થાય તેમ માનવામાં આવે છે. પર્સન-ટુ-પર્સન (P2P) ટ્રાન્ઝેક્શન અને સામાન્ય ગ્રાહક પેમેન્ટ્સ સંપૂર્ણપણે મફત રહેશે. ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન્સ વોલ્યુમની દ્રષ્ટિએ માત્ર 4% છે, પરંતુ કુલ UPI ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં તેમનો હિસ્સો લગભગ 70% જેટલો મોટો છે. તેથી, વેપારીઓ પર 30 થી 40 bpsનો સામાન્ય ચાર્જ લાદવાથી રોજિંદા વ્યવહારો ખોરવ્યા વિના મોનેટાઇઝેશન શક્ય બનશે. ડિજિટલ પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી પાછળ થયેલા ભારે રોકાણને ધ્યાનમાં રાખીને ફિનટેક કંપનીઓ લાંબા સમયથી નિયંત્રિત MDR વ્યવસ્થાની માંગ કરી રહી છે. જોકે, નિયમનકારી મંજૂરી મળ્યા બાદ જ આ વાર્ષિક આવકનું અંતિમ માળખું અમલમાં આવી શકશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM