KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Toxicને બોક્સ ઓફિસ પર મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, ₹100 કરોડનો આંકડો પાર

વર્ષ 2018માં આવેલી ‘KGF’ સમયે યશની લોકપ્રિયતા મુખ્યત્વે કન્નડ ફિલ્મ ઉદ્યોગ સુધી સીમિત હતી. જોકે થિયેટર અને OTT પર ફિલ્મની સફળતા બાદ તેને દેશભરમાં ઓળખ મળી હતી.

desk@kuberanowPublished On : 27 Aug 2026
Toxic Box Office Collection
Toxic Box Office CollectionAI Generated Image

‘રોકિંગ સ્ટાર’ યશની ફિલ્મ ટોક્સિકએ બુધવારે રિલીઝ થતા સમગ્ર ભારતમાં 24579 Showમાં બોક્સ ઓફિસ પર ₹101.10 કરોડની કમાણી કરી છે. ફિલ્મ ‘Toxic: A Fairy Tale for Grown-ups’ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. છતાં ફિલ્મે પ્રથમ દિવસે ભારતીય ₹100 કરોડનો આંકડો પાર કર્યો છે. જોકે તે યશની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF Chapter 2’ની ઓપનિંગને પછાડી શકી નથી.


પહેલા દિવસે ₹101.10 કરોડની ચોખ્ખી કમાણી

Sacnilkના આંકડા મુજબ ‘Toxic’એ ભારતમાં 24,579 શો દ્વારા પ્રથમ દિવસે ₹101.10 કરોડની નેટ કમાણી કરી છે. ફિલ્મનું ભારતમાંથી ગ્રોસ કલેક્શન ₹120.75 કરોડ રહ્યું છે. વિદેશમાં ફિલ્મે ₹20 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ સાથે પ્રથમ દિવસનું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન ₹140.75 કરોડ પર પહોંચ્યું છે.

 

હિન્દી વર્ઝનથી સૌથી વધુ કમાણી

ફિલ્મના પ્રથમ દિવસના ભારતીય નેટ કલેક્શનમાં હિન્દી વર્ઝનનો સૌથી મોટો હિસ્સો રહ્યો છે. હિન્દીમાં ₹55 કરોડ, કન્નડમાં ₹23.30 કરોડ, તેલુગુમાં ₹16 કરોડ, તમિલમાં ₹5.50 કરોડ, મલયાલમમાં ₹1.30 કરોડની કમાણી કરી છે. આ આંકડા દર્શાવે છે કે યશની લોકપ્રિયતા હવે મર્યાદિત રહી નથી. ફિલ્મને હિન્દી ભાષી વિસ્તારોમાંથી પણ નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. વર્ષ 2022માં રિલીઝ થયેલી ‘KGF Chapter 2’એ ભારતમાં પ્રથમ દિવસે ₹116 કરોડની કમાણી કરી હતી. તેની સામે ‘Toxic’નું પ્રથમ દિવસનું નેટ કલેક્શન ₹101.10 કરોડ રહ્યું છે. ‘KGF Chapter 2’એ વિશ્વભરમાં કુલ ₹1,215 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. તેમાં ભારતમાંથી ₹1,000.85 કરોડ અને વિદેશમાંથી ₹214.15 કરોડની કમાણી કરી હતી. ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન ₹434.70 કરોડ રહ્યું હતું. ફિલ્મનું બજેટ આશરે ₹100 કરોડ હોવાની વિગતો છે.


KGFએ દેશભરમાં ઓળખ અપાવી

વર્ષ 2018માં આવેલી ‘KGF’ સમયે યશની લોકપ્રિયતા મુખ્યત્વે કન્નડ ફિલ્મ ઉદ્યોગ સુધી સીમિત હતી. જોકે થિયેટર અને OTT પર ફિલ્મની સફળતા બાદ તેને દેશભરમાં ઓળખ મળી હતી. પ્રથમ ‘KGF’એ તમામ ભાષાઓમાં પહેલા દિવસે ₹21.80 કરોડની કમાણી કરી હતી. નવ અઠવાડિયાં બાદ ભારતમાં તેનું નેટ કલેક્શન ₹228 કરોડ પર પહોંચ્યું હતું. આ ફિલ્મનું બજેટ આશરે ₹80 કરોડ હતું.


ફિલ્મમાં અનેક જાણીતા કલાકારો

‘Toxic: A Fairy Tale for Grown-ups’ના પ્રોડ્યુસર વેંકટ કે. નારાયણ અને યશે KVN Productions, Monster Mind Creations હેઠળ કર્યું છે. ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ કન્નડ અને અંગ્રેજીમાં લખાઈ અને શૂટ કરવામાં આવી છે. ફિલ્મને હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમમાં પણ રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં યશ સાથે નયનતારા, હુમા કુરેશી, કિયારા અડવાણી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત મુખ્ય ભૂમિકામાં છે.


ઓપનિંગ ડે પર ભારતમાં ₹100 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મો

પુષ્પા 2 – ₹164 કરોડ

RRR – ₹133 કરોડ

બાહુબલી 2 – ₹121 કરોડ

KGF 2 – ₹116 કરોડ

ધુરંધર 2 – ₹103 કરોડ

ટૉક્સિક – ₹101.10 કરોડ


આ પણ વાંચો: ₹100 કરોડ ક્લબ: બોલિવૂડમાં કમાણીની રેસ કેટલી ઝડપી બની?



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM