KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટની ક્ષમતા વધારવા GMR ખર્ચશે ₹19,400 કરોડ

GMR Airports આગામી 5થી 7 વર્ષમાં નવી દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટની ક્ષમતા વધારવા આશરે ₹19,400 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. તેમાં સૌથી મોટો હિસ્સો હૈદરાબાદ એરપોર્ટના વિસ્તરણ માટે ફાળવવામાં આવશે.

desk@kuberanowPublished On : 24 Aug 2026
AIRPORT
એરપોર્ટ ક્ષમતા વધારવા GMR Airportsનો ₹19,400 કરોડનો મેગા પ્લાનAI GENERATED IMAGE

ભારતમાં વધતી હવાઈ મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને GMR Airports નવી દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટની ક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા આગામી 5થી 7 વર્ષમાં આશરે ₹19,400 કરોડ ખર્ચવાની યોજના બનાવી રહી છે. કુલ રોકાણમાંથી આશરે ₹13,800 કરોડ હૈદરાબાદના Rajiv Gandhi International Airport અને ₹5,600 કરોડ દિલ્હી એરપોર્ટ માટે ફાળવવાની યોજના છે.


હૈદરાબાદ એરપોર્ટની ક્ષમતા બમણાથી વધુ થઈ શકે

વિસ્તરણ પૂર્ણ થયા બાદ હૈદરાબાદ એરપોર્ટની વાર્ષિક મુસાફર ક્ષમતા આશરે 8 કરોડ સુધી પહોંચી શકે છે. હાલ એરપોર્ટ દર વર્ષે લગભગ 3.4 કરોડ મુસાફરો હેન્ડલ કરે છે. એટલે પ્રસ્તાવિત વિસ્તરણથી તેની ક્ષમતા બમણાથી વધુ થઈ શકે છે.


Debt અને equityથી આવશે ભંડોળ

આ રોકાણ સીધું GMR Airportsની holding company દ્વારા નહીં, પરંતુ સંબંધિત airport ventures દ્વારા કરવામાં આવશે. તે માટે debt અને equityના સંયોજનથી ભંડોળ ઊભું કરવાની યોજના છે.


હવાઈ મુસાફરોમાં ઝડપી વૃદ્ધિનો અંદાજ

સરકારી અંદાજ મુજબ આગામી 14 વર્ષમાં ભારતમાં હવાઈ મુસાફરોની સંખ્યા લગભગ છ ગણી વધીને 1.1 અબજ સુધી પહોંચી શકે છે. સાથે દેશનો commercial airline fleet 2040 સુધીમાં 2,350થી વધુ વિમાનો સુધી પહોંચવાનો અંદાજ છે. વધતી મુસાફર સંખ્યાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ઓપરેટરો ક્ષમતા વધારવા પર ભાર મૂકી રહ્યા છે.


અન્ય એરપોર્ટમાં પણ વિસ્તરણની શક્યતા

GMR Airportsના જણાવ્યા મુજબ દિલ્હી અને હૈદરાબાદના પ્રોજેક્ટ મોટા modernisation programmeની શરૂઆત બની શકે છે.જૂન 2026માં સંચાલન સંભાળવામાં આવેલા નાગપુર એરપોર્ટ માટે પણ ભવિષ્યના રોકાણ અંગે ચર્ચા ચાલી રહી છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM