KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં 8 કલાકની શિફ્ટ મુદ્દે વિવાદ, SGCCIએ કહ્યું- હાલ લાગુ કરવી મુશ્કેલ

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામદારોની 8 કલાકની શિફ્ટ અને રવિવારની રજાની માંગ અંગે SGCCIએ કહ્યું કે હાલની સ્થિતિમાં આ વ્યવસ્થા લાગુ કરવી મુશ્કેલ છે. બેઠકમાં યાર્નના ભાવ, વીજ ખર્ચ અને લેબર કાયદાના અમલ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ.

desk@kuberanowPublished On : 23 Sept 2026
SURAT
8 કલાકની ડ્યુટીનો મુદ્દો ગરમાયો, સુરત ટેક્સટાઇલ ઉદ્યોગે વ્યક્ત કરી ચિંતાAI Generated Image

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામદારો દ્વારા કરવામાં આવી રહેલી 8 કલાકની શિફ્ટ અને રવિવારની રજાની માંગ અંગે Southern Gujarat Chamber of Commerce and Industry (SGCCI)એ કહ્યું છે કે હાલ આ માંગને લાગુ કરવી શક્ય નથી. SGCCIના પ્રમુખ અશોક જિરાવાલાએ જણાવ્યું કે જો 8 કલાકની શિફ્ટ લાગુ કરવામાં આવે તો એમ્બ્રોઇડરી યુનિટ્સ માટે મોટી સંખ્યામાં નવા કામદારોની જરૂર પડશે.


તેમણે કહ્યું કે હાલમાં ઘણા ઉદ્યોગોમાં વીજ પુરવઠાની સ્થિતિ પ્રમાણે રજાઓ આપવામાં આવે છે. 8 કલાકની શિફ્ટ લાગુ કરવા માટે એમ્બ્રોઇડરી ક્ષેત્રમાં આશરે 5 લાખ નવા કામદારોની જરૂર પડી શકે છે.


કામદારોના વિરોધ બાદ બેઠક

સુરતમાં 8 કલાકની શિફ્ટ અને સાપ્તાહિક રજાની માંગને લઈને વિરોધ પ્રદર્શન થયા હતા. આ મુદ્દા પર SGCCI ખાતે ટેક્સટાઇલ એસોસિએશનના પ્રતિનિધિઓ અને લેબર અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉદ્યોગ સામેના વિવિધ પડકારો પર ચર્ચા કરવામાં આવી હતી.


યાર્ન ભાવ અને વીજ ખર્ચની સમસ્યા

બેઠકમાં યાર્નના વધતા ભાવ, ઊંચા વીજ ખર્ચ, પાવર કટ અને લેબર કાયદાના અમલ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. ઉદ્યોગકારોએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની અસર ટેક્સટાઇલ કાચા માલ, પોલિએસ્ટર અને મેન-મેડ ફાઇબરના ખર્ચ પર પડે છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટે ત્યારે યાર્નના ભાવમાં પણ ઘટાડો થવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી.


લેબર કાયદા અને નિયમો અંગે ચર્ચા


  1. બેઠકમાં નવા લેબર કાયદાના અમલ અંગે પણ ચર્ચા થઈ. ફેક્ટરી માલિકોએ સુધારેલા PF અને ESIC નિયમોનું પાલન કરવા તૈયારી દર્શાવી હતી.


  1. ઉદ્યોગકારોએ કામદારોને ઉત્પાદન આધારિત વેતન આપવા, બેદરકારીથી નુકસાન થાય તો ખર્ચનો એક ભાગ કામદાર પાસેથી વસૂલવા અને યુનિટમાં મોબાઇલ ઉપયોગ પર નિયંત્રણ જેવા સૂચનો પણ આપ્યા હતા.


  1. SGCCI આગામી દિવસોમાં ટેક્સટાઇલ ક્ષેત્રના મુદ્દાઓ અંગે કેન્દ્રીય ટેક્સટાઇલ, ઉદ્યોગ અને વીજ મંત્રાલયને રજૂઆત કરશે.


આ પણ વાંચો : ભારતના ઓટો સેક્ટરમાં મોટો ફેરફાર, ચીની કંપનીઓ માટે ખુલી શકે નવી તક



આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM