KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતમાં બાયો ગેસ પ્લાન્ટને મળશે જાપાનનો સહયોગ, સુઝુકી-JICA સાથે MoUની તૈયારી

ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે જાપાન નાણાકીય અને ટેકનિકલ સહાય આપશે. આ માટે ગુજરાત સરકાર, Suzuki અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી કરાર કરવામાં આવશે.

kuberanowPublished On : 23 Sept 2026
Gujarat Biogas Plant

ગુજરાતમાં પર્યાવરણપ્રિય ઊર્જા ઉત્પાદન અને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટના વિસ્તરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવી રહ્યું છે. ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મંત્રીઓ અને જાપાનના પ્રતિનિધિમંડળ વચ્ચે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં બાયો ગેસ પ્લાન્ટના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નાણા મંત્રી કનુ દેસાઈ, સહકાર મંત્રી જીતુ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા હાજર રહ્યા હતા. જાપાનના પ્રતિનિધિમંડળમાં જાપાન સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય, સુઝુકી મોટર કોર્પોરેશન અને JICAના પ્રતિનિધિઓ સામેલ હતા.


Suzuki અને JICA આપશે નાણાકીય-ટેકનિકલ સહાય

ગુજરાતમાં બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા માટે સુઝુકી અને JICAના પ્રતિનિધિઓએ નાણાકીય તથા ટેકનિકલ સહાય અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ પર પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ગુજરાત સરકાર, સુઝુકી અને JICA વચ્ચે વિધિવત સમજૂતી કરાર કરવામાં આવશે.


સહકારી ડેરીઓથી સ્થાપવામાં આવશે પ્લાન્ટ

ગુજરાતમાં સહકારી ડેરીઓથી સરકારની સહાયથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ સ્થાપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ બાયો ગેસ ઉત્પાદન સાથે ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવાનો પણ છે. તેનાથી પર્યાવરણને અનુકૂળ ઊર્જા અને કૃષિ ક્ષેત્રને લાભ મળવાની શક્યતા છે.


આ પણ વાંચો: BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ


બનાસ ડેરી અને NDDBના અધિકારીઓ પણ રહ્યા હાજર

આ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત બનાસ ડેરી અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ચર્ચા દરમિયાન સહકારી ક્ષેત્ર, ઊર્જા ઉત્પાદન અને બાયો ગેસ આધારિત વિકાસ મોડલ અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.


આ પણ જુઓ

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM