KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમદાવાદમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ’ સંપન્ન

The Centre for Entrepreneurship Development (CED) અને MSME કમિશનરના રેમ્પ યોજનાના  ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યની ગૃહિણીઓને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રેરિત કરી વધુ આત્મનિર્ભર બનાવવાનો હતો.

KuberaNow
desk@kuberanowPublished On : 19 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Women Empowerment
Women Empowerment

ગુજરાત સરકારના 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે અમદાવાદના નરોડા ખાતે 19 સપ્ટેમ્બર,2026 શનિવારના રોજ ‘આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ’ સફળતાપૂર્વક સંપન્ન થયો. નરોડા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ, નરોડા જી.આઈ.ડી.સી. ખાતે સવારે 10.30 થી 12.30 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન "વોકલ ફોર લોકલ", "ઘર ઘર સ્વદેશી" અને "સશક્ત ઉદ્યોગસાહસિક, સમૃદ્ધ ગુજરાત"ના મંત્રને સાકાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

 

The Centre for Entrepreneurship Development (CED) અને MSME કમિશનરના રેમ્પ યોજનાના  ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યની ગૃહિણીઓને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રેરિત કરી વધુ આત્મનિર્ભર બનાવવાનો હતો. આ પ્રસંગે રાજ્યના શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ નરોડાના ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાણીએ પણ કાર્યક્રમમાં પોતાની ગરિમામયી ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા (IAS) તથા MSME કમિશનર ક્ષિપ્રા આગ્રે (IAS) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને સશક્તિકરણ તથા સરકારી પ્રોત્સાહનો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  કાર્યક્રમમાં મહિલા સશકિતકરણ સાથે સંકળાયેલ સફળ મહિલાઓ, કાર્યકમમાં હાજર મહિલાઓને સલાહ, સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

 

કાર્યક્રમમાં હાજર નરોડાના ધારાસભ્ય ડો. પાયલબેન કુકરાણીએ મહિલાઓને સરકારી યોજનાઓ લાભ લેવાની અને તક ઝડપી આગળ વધવાની સલાહ આપી હતી. તેમણે મહિલાઓને ઘરની જવાબદારીઓને ટાઇમ મેનેજમેન્ટથી મેનેજ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓને બિઝનેસ સાથે નવું નવું શીખવાની સલાહ આપી હતી. મંત્રી દર્શનાબેન વાઘેલાએ મહિલાઓએ સશક્ત બનાવવાની વાત કરતા જણાવ્યું હતું કે જે મહિલાઓ 10 કે 12 ધોરણ ભણેલ છે તેમની માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૌશલ્ય વર્ધક કેન્દ્રો શરૂ કર્યા છે, તેની માટે સરકારી સહાય લોનની ઉપલબ્ધતાની વાત કરી હતી અને ઉધોગ શરૂ કરી મહિલાઓને આગળ આવવાની વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે હવે માત્ર નોકરી પર નિર્ભર નહી રહેતા સરકારી યોજનાઓનો લાભ લઈને સ્વતંત્ર કામ શરૂ કરી અને બહેનોને પણ રોજગારી આપવાની વાત કરી હતી. સમગ્ર રાજ્યભરમાં આગામી સમયમાં આ પ્રકારના કાર્યક્રમ થવા જેમાં Green entrepreneurship, ઇમરજિંગ ટ્રેન્ડસ- સનરાઈઝ સેક્ટર, મહિલા ઉધોગ સાહસિકતા, ટ્રાયબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ થવા જનાર છે. આ ઉપરાંત સંસ્થાન ધ્વારા મુખ્યમંત્રી રોજગાર સહાય યોજના હેઠળ ઇન્ટર્નને દર મહિને એક વર્ષ સુધી 5000 રૂપિયાની સહાય આપવામાં આવશે. CED ધ્વારા ઉધોગોને લગતા સેકન્ડ જનરેશન પ્રોગ્રામ, પોસ્ટ ટ્રેનિંગ હેંડ હોલ્ડિંગ સપોર્ટ અને મેન પાવર કંપનીઓ માટે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.

 

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (CED) નવો ઉદ્યોગ શરૂ કરવા અથવા વર્તમાન ધંધાને વધુ મોટો કરવા માંગતા લોકો માટે કસ્ટમાઇઝ્ડ અને સ્પેશીયલ EDP (ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ) ચલાવી રહ્યું છે. આ સંસ્થા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ માર્કેટીંગ, ઇ-કોમર્સ, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV), સોલાર, એન્જીનીયરીંગ ડ્રોઇંગ (ઓટોકેડ) અને પ્લાસ્ટીક (વેસ્ટ રીસાયકલીંગ) જેવા આધુનિક અને માંગ ધરાવતા ક્ષેત્રોમાં 15 દિવસની તાલીમ (રોજના 3 થી 4 કલાક) સાથેનો સર્ટીફીકેટ કોર્ષ પૂરો પાડે છે. આ ઉપરાંત, CED દ્વારા PCB ડિઝાઈનીંગ, મોબાઈલ રીપેરીંગ, એનીમેશન/વેબ/ગ્રાફીકસ ડિઝાઈનીંગ, ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી, ફેબ્રિકસ અને ઈમીટેશન જવેલરી, તેમજ રેઝિન આર્ટ અને કેન્ડલ મેકીંગ જેવા સ્કીલ-બેઝ્ડ કોર્સની પણ તાલીમ આપવામાં આવે છે.


આ પણ વાંચો: Gujarat Monsoon 2026: રાજ્યમાં 31 ઇંચ વરસાદ, 85 હજારથી વધુ લોકોનું સ્થળાંતર


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM