KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ટોચના 7 શહેરોમાં ઘર ખરીદવું કેમ મોંઘું બન્યું? જમીનના ભાવમાં 120% સુધીનો ઉછાળો

ઘર મોંઘું થવા પાછળ માત્ર સિમેન્ટ, સ્ટીલ અને મજૂરીના ખર્ચમાં વધારો જવાબદાર નથી. શહેરોમાં મર્યાદિત જમીન અને પ્રાઇમ લોકેશન માટે વધતું પ્રીમિયમ પણ પ્રોપર્ટીના ભાવને ઉપર લઈ જઈ રહ્યું છે.

desk@kuberanowPublished On : 8 Sept 2026
Land Price Hike
Land Price HikeAI Generated Image

ભારતના મોટા શહેરોમાં ઘર ખરીદનારાઓ માટે માત્ર મોંઘી બાંધકામ સામગ્રી જ નહીં, પરંતુ મકાનોની કિંમતો વધારવામાં હવે જમીનની વધતી કિંમત પણ મોટો ફાળો આપી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેટ્રો, રોડ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કારણે સારી લોકેશનની જમીન માટે પ્રીમિયમ વધ્યું છે. પરિણામે ડેવલપર્સની પ્રોજેક્ટ કોસ્ટ વધી રહી છે અને તેનો સીધો અસર ઘરની અંતિમ કિંમત પર પડી રહ્યો છે.

 

એનરોક રિસર્ચના રિપોર્ટ મુજબ, 2021થી 2025 દરમિયાન ભારતના ટોચના 7 શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની સરેરાશ કિંમતમાં 59%નો વધારો થયો છે. તેની સરખામણીમાં આ જ સમયગાળા દરમિયાન બાંધકામ ખર્ચમાં લગભગ 34%નો વધારો થયો છે.

 

ચાર વર્ષમાં બાંધકામ ખર્ચ 34% વધ્યો

 

રિપોર્ટ અનુસાર, 2021માં ઘર બાંધવાનો સરેરાશ ખર્ચ ₹2,681 પ્રતિ ચોરસ ફૂટ હતો, જે 2025માં વધીને ₹3,604 પ્રતિ ચોરસ ફૂટ થયો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન બાંધકામ ખર્ચમાં લગભગ 34%નો વધારો નોંધાયો છે. આ દરમિયાન બાંધકામ ખર્ચનો CAGR લગભગ 6.9% રહ્યો છે.

 

બીજી તરફ, રેસિડેન્શિયલ પ્રોપર્ટીની સરેરાશ કેપિટલ વેલ્યુ 2021માં ₹5,826 પ્રતિ ચોરસ ફૂટ હતી, જે 2025માં વધીને ₹9,260 પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ. એટલે કે પ્રોપર્ટીની કિંમતમાં લગભગ 59%નો વધારો થયો છે અને વાર્ષિક ધોરણે તેનો CAGR લગભગ 12% રહ્યો છે.

 

ઘરની કિંમત વધવામાં જમીનનો કેટલો ફાળો?

 

એનરોકનાં જણાવ્યા પ્રમાણે, ઘરની કિંમતોમાં થયેલા કુલ વધારામાં લગભગ 66% ફાળો બાંધકામ ખર્ચનો રહ્યો છે. જ્યારે બાકીના 34%માં જમીનની કિંમત, ડેવલપર માર્જિન અને ડિમાન્ડ-સપ્લાય જેવા પરિબળો સામેલ છે.

 

અર્થાત્, ઘર મોંઘું થવા પાછળ માત્ર સિમેન્ટ, સ્ટીલ અને મજૂરીના ખર્ચમાં વધારો જવાબદાર નથી. શહેરોમાં મર્યાદિત જમીન અને પ્રાઇમ લોકેશન માટે વધતું પ્રીમિયમ પણ પ્રોપર્ટીના ભાવને ઉપર લઈ જઈ રહ્યું છે.

 

NCR અને બેંગલુરુમાં જમીનના ભાવમાં મોટો ઉછાળો

 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિમાન્ડ-સપ્લાય બેલેન્સ, લોકેશન પ્રીમિયમ અને ડેવલપર પ્રાઇસિંગે રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવને અસર કરી છે. રિપોર્ટ મુજબ, 2021થી 2026ના પ્રથમ છ મહિના વચ્ચે ટોચના 7 શહેરોમાં જમીનની કિંમત 50%થી 120% સુધી વધી છે. NCRમાં આ વધારો 70%થી 130% અને બેંગલુરુમાં 60%થી 120% સુધી રહ્યો છે.

 

નવી સુવિધા આવે તે પહેલાં જ જમીન મોંઘી

 

નવી મેટ્રો લાઇન, રોડ, એરપોર્ટ કનેક્ટિવિટી અથવા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જાહેરાત થતાં જ કેટલીક લોકેશનમાં જમીનના ભાવમાં વધારો જોવા મળે છે. પરિણામે ડેવલપર્સ માટે નવી જમીન ખરીદીને પ્રોજેક્ટ શરૂ કરવાનો ખર્ચ વધી જાય છે.

 

આ વધેલી કોસ્ટ આખરે પ્રોપર્ટીની કિંમતમાં સામેલ થાય છે. એટલે આગામી સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકેશન પ્રીમિયમ ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘરોનાં ભાવ નક્કી કરનારા મહત્વના પરિબળો બની શકે છે.


આ પણ વાંચો: Amazonનું Creator Connections લોન્ચ, ક્લિકથી પણ કમાશે ક્રિએટર્સ


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM