KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Crude oil price : ક્રૂડ ઓઈલ 108 ડોલરની સપાટી વટાવી ચાર મહિનાની ટોચે

Crude oil price : પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ભારતના અર્થતંત્ર પર ઊંચા એનર્જી ભાવ, ફુગાવો અને બાહ્ય પરિબળોની વિપરિત અસરે ચિંતા વધારી

desk@kuberanowPublished On : 11 Sept 2026
Crude Oil Price
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધની સ્થિતિથી ક્રૂડ ઓઈલના ભાવમાં ઊછાળોAI Generated Image

Crude oil price : પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ વણસતા શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રાઈસ ઉછળીને પ્રતિ બેરલ 108.77 ડોલરની સપાટીએ ચાર મહિનાની ટોચે પહોંચ્યો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી પર વિપરિત અસર છતાં ઈરાન સામે યુદ્ધથી તેમને કોઈ ખેદ નહીં હોવાનું નિવેદન કરતાં વૈશ્વિક સ્તરે યુદ્ધની અનિશ્ચિતતા વધી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ભારતના અર્થતંત્ર પર ઊંચા એનર્જી ભાવ, ફુગાવો અને બાહ્ય પરિબળોની વિપરિત અસરે ચિંતા વધારી છે.


હોર્મુઝની ખાડીમાં પૂર્ણ સ્તરના સીધા યુદ્ધના આશંકા

પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ ખૂબ જ ગંભીરત તબક્કામાં પ્રવેશી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત પૂર્ણ સ્તરનું સીધું યુદ્ધ શરૂ થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હોર્મુઝની ખાડીમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ વધતા વૈશ્વિક એનર્જી કોરીડોર્સ પર ક્રૂડ ઓઈલ અને ગેસનું પરિવહન ખોરવાઈ ગયા છે. આ સાથે ખાડી દેશોમાં સૈન્ય મોબિલાઈઝનના પગલે ક્રૂડ ઓઈલના ભાવ પર વધુ દબાણ સર્જાયું છે.


મે મહિનામાં ક્રૂડ ઓઈલ વર્તમાન સ્તરે હતું

યુદ્ધની અનિશ્ચિતતાની આ સ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 108.77 ડોલરના સ્તરે ચાર મહીનાની ટોચે પહોંચ્યું હતું. જોકે, આ લખાય છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 107.75 ડોલરે ટ્રેડ થઈ રહ્યું છે. ગયા સપ્તાહે એનર્જી સપ્લાયની ચિંતા અને મહત્વના એનર્જી કોરિડોર્સમાં સ્થિરતાની ચિંતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 12 ટકાથી વધુ ઉછળ્યું હતું. વૈશ્વિક સ્તરે તણાવજનક સ્થિતિના કારણે ક્રૂડ ઓઈલમાં ફરી એક વખત ઊછાળો જોવા મળી રહ્યો છે. અગાઉ મે મહિનામાં ક્રૂડ ઓઈલ આ સ્તરે પહોંચ્યું હતું. જોકે, પાછળથી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની આશા અને ભૂ-રાજકીય તણાવ ઘટવાના કારણે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે જતું રહ્યું હતું.


હવે ફરી એક વખત અમેરિકા અને ઈરાન વચ્ચે સીધા યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈરાને આ સપ્તાહે એકબીજાના ઓઈલ જહાજો પર હુમલા કરતાં સ્થિતિ વણસી છે. આ કારણોથી ફરી એક વખત ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત જેવા વિદેશી આયાત પર નિર્ભર અર્થતંત્રો માટે વર્તમાન સ્થિતિ ચિંતાજનક છે.


ભારતની આર્થિક વૃદ્ધિ પર દબાણની આશંકા

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચના પૂર્વ સીનિયર ઈકોનોમિસ્ટ સુનિલ સિંહાએ જણાવ્યું કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારાથી મોંઘવારી, આયાત ખર્ચ અને કરન્ટ એકાઉન્ટ સંબંધિત જોખમ વધી શકે છે, જેનાથી આગામી ત્રિમાસિકમાં ભારતની આર્થિક વૃદ્ધિ પર દબાણ પડી શકે છે. ફરીથી વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર જવાથી આગામી ત્રિમાસિકમાં ભારતની આર્થિક વૃદ્ધિ પર દબાણ પડી શકે છે. સિંહાનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રત્યેક 10 ડોલરની વૃદ્ધિથી ભારતના જીડીપી ગ્રોથમાં અંદાજે 20-30 બેસીસ પોઈન્ટનો ઘટાડો આવી શકે છે.


ભારતનો જીડીપી વૃદ્ધિદર ધીમો પડી શકે

ભારત માટે આ અસર ઘણી જ ગંભીર બાબત છે, કારણ કે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી દેશનું આયાત બિલ વધી શકે છે અને મોંઘવારી પર પણ દબાણ પડી શકે છે. ઈનપુટ અને ટ્રાન્સપોર્ટેશનના ઊંચા ખર્ચથી વેપાર અને કન્ઝ્યુમર પર વધુ અસર પડી શકે છે જ્યારે આયાત બિલ વધવાથી કરન્ટ એકાઉન્ટ પર દબાણ પડી શકે છે. આમ, ક્રૂડના ભાવમાં વધારાથી ભારતનો જીડીપી વૃદ્ધિદર ધીમો પડી શકે છે.


બ્રેન્ટ ક્રૂડ હવે 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર હોવાથી અને માત્ર એક સપ્તાહમાં 12 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ હોવાની સાથે ઓઈલના ભાવમાં તાજેતરમાં થયેલો વધારો લાંબો સમય ટકવાની સંભાવના ભારત માટે આર્થિક આઉટલૂક માટે મહત્વનું પરિબળ બની રહેશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM