KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

જાન્યુઆરી 2027 સુધી ખાંડનો ઇથેનોલ માટે ઉપયોગ ન કરવા ઉદ્યોગની માગ

બોમ્બે સુગર એશોસિએશનનાં પ્રમુખ અશોક જૈને ખાદ્ય સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષ દેશમાં ખાંડના ઉત્પાદન અંગે સિઝનની શરૂઆતમાં આપવામાં આવતા અંદાજો અને વાસ્તવિક ઉત્પાદન વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે.

desk@kuberanowUpdated On : 18 Sept 2026
Sugar Price
Sugar PriceAI Generated Image

મુંબઇ: આસમાને ચઢતા ખાંડના કાબૂમાં રાખવા અને નવી સિઝનમાં ખાંડનો પુરવઠો જળવાઇ રહે તે માટે સાવચેતીપૂર્વક રણનીતિ બનાવવા ખાંડ ઉદ્યોગે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. બોમ્બે શુગર એસોસિએશને સરકારને પત્ર લખીને નવી સિઝનમાં આગામી જાન્યુઆરી મહિના સુધી શેરડી કે ખાંડનો પુરવઠો ઇથેનોલ માટે વાપરવાને બદલે ખાંડનાં ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની માગણી કરી છે.


બોમ્બે સુગર એશોસિએશનનાં પ્રમુખ અશોક જૈને ખાદ્ય સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષ દેશમાં ખાંડના ઉત્પાદન અંગે સિઝનની શરૂઆતમાં આપવામાં આવતા અંદાજો અને વાસ્તવિક ઉત્પાદન વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. જેના પરિણામે ખાંડના કારખાના બંધ થાય ત્યારબાદ માલની ખેંચ ઉભી થાય છે. તેથી સરકાર અંદાજીત આંકડાના આધારે ખાંડના આયાત, નિકાસ અને પુરવઠા અંગેના નિર્ણય ઉતાવળે અને આપમેળે લાવવાનું ટાળવું જોઇએ. હાલના સંજોગો જોતા સરકારે આગામી જાન્યુઆરી મહિના સુધી શેરડી કે ખાંડનો પુરવઠો ઇથેનોલ બનાવવામાં વાપરવાને બદલે માત્ર ખાંડનો પુરતો સ્ટોક ઉભો કરવા માટે વાપરવો જોઇએ. જાન્યુઆરી-2027 સુધીમાં ભારતમાં ખાંડના ઉત્પાદન અને માગનું સાચું ચિત્ર મળ્યા બાદ સરકાર ઇથેનોલ માટે ફાળવણી કરે તે યોગ્ય ગણાશે.


ભારતને સ્થાનિક વાર્ષિક વપરાશ માટે 295 લાખ ટન ખાંડની આવશ્યકતા રહે છે. આ ઉપરાંત ખાંડની સરળ ઉપલબ્ધિ માટે નવી સિઝનના પ્રારંભે 55 લાખ ટનથી 60 લાખ ટન જેટલો બફર સ્ટોક રાખવાની જરૂર પડે છે. જાન્યુઆરી-2027 સુધીમાં મિલો તરફથી મળેલા આંકડાનાં આધારે ખાંડનો રિકવરી રેટ કેટલો આવે છે અને દેશમાં શેરડીનું ઉત્પાદન કેટલું થયું છે તેની સચોટ ગણતરી કરી શકાશે. ત્યારબાદ સરકાર વધારાના ખાંડના સ્ટોકમાંથી કેટલો પુરવઠો ઇથેનોલ માટે વાપરવો તે નક્કી કરે તો બજારમાં ખાંડની ખેંચ ઉભી નહી થાય અને દેશવાસીઓને વ્યાજબી ભાવે ખાંડનો પુરવઠો મળી રહેશે.


આ સાથે જ એસોસિએશને જરૂર પડ્યે દિલ્હીમાં સરકારી પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને ખાંડના સ્ટોક, ઉત્પાદન અને પુરવઠાની જમીની હકીકતથી વાકેફ કરવાની તૈયારી પણ દેખાડી છે.


આ પણ વાંચો: SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM