KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

તહેવારો પહેલાં Amazon-Flipkartએ વધાર્યા Charges, નાના વેપારીઓનું બગડ્યું ગણિત

તહેવારોની સિઝન પહેલાં Amazon અને Flipkartએ સેલર માટે કેટલાક ચાર્જ અને દંડ વધાર્યા છે. ખાસ કરીને ઓર્ડર કેન્સલ કરવો કે dispatchમાં મોડું થવું હવે સેલરને વધુ મોંઘું પડી શકે છે.

desk@kuberanowPublished On : 25 Aug 2026
AMAZON FLIPKART
Amazon અને Flipkartએ નાના વેપારીઓને આપ્યો આંચકોAI GENERATED

તહેવારોની ખરીદી શરૂ થવા પહેલાં Amazon અને Flipkartએ sellers માટેના કેટલાક ચાર્જમાં વધારો કર્યો છે. તેનો અર્થ એ છે કે જો વેપારી ઓર્ડલ સમયસર મોકલી ન શકે અથવા પોતાની તરફથી cancel કરે તો હવે તેને વધુ રકમ ચૂકવવી પડી શકે છે. મોટા ઓર્ડર વોલ્યુમ દરમિયાન આ વધારાના ચાર્જ નાના અને ઓછા માર્જિન પર કામ કરતા વેપારીઓ માટે ખાસ મહત્વના બની શકે છે.


Amazonમાં cancellation પર હવે અલગ અલગ ચાર્જ

Amazonએ Easy Ship અને Self-Ship sellers માટે cancellation feeની પદ્ધતિ બદલી છે. 17 ઓગસ્ટથી ₹10,000થી ઓછી કિંમતના order cancel થાય તો 10% fee લાગુ કરી છે. ₹10,001થી ₹50,000 સુધીના order પર 8%, ₹50,001થી ₹1 લાખ સુધી 5% અને ₹1 લાખથી વધુના order પર 2% fee લાગશે. આ charge buyerની માંગ ઉપરાંત વેપારી પોતાની તરફથી ઓર્ડર કેન્સલ કરે ત્યારે લાગશે. વેપારી સમયસર dispatch ન કરે અને તેના કારણે Amazon ઓર્ડર કેન્સલ કરે તો પણ ચાર્જ લાગી શકે છે.


Amazonની closing fee પણ વધશે

Amazon 7 સપ્ટેમ્બરથી closing feeમાં પણ વધારો કરશે. ₹500 સુધીની વસ્તુ પર ફી ₹1 વધશે, જ્યારે ₹500થી વધુ કિંમતની વસ્તુ પર ફી ₹3 વધશે. કંપનીએ આ વધારો fuel અને logistics cost વધવાને કારણે કર્યો હોવાનું seller communicationમાં જણાવાયું છે.


Flipkartમાં ₹30થી ₹90 સુધી દંડ

Flipkartએ ઓછામાં ઓછા ત્રણ મહિનાથી પ્લેટફોર્મ પર રહેલા વેપારીઓ માટે નવી penalty system શરૂ કરી છે. સમયસર order logistics partnerને ન આપ્યો હોય તો ₹30નો દંડ લાગશે. Seller ગ્રાહકનો ઓર્ડર મળ્યા બાદ કેન્સલ કરે તો ₹60નો દંડ રહેશે. જો seller dispatch પણ ચૂકી જાય અને પછી ઓર્ડર કેન્સલ કરે, તો ₹90 સુધી દંડ લાગશે.


sellers માટે આ કેમ મહત્વનું?

તહેવારો દરમિયાન ઓર્ડર volume ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં નાના ચાર્જ પણ મોટી સંખ્યામાં orders પર જોડાતાં મોટો ખર્ચ બની શકે છે. ઉદાહરણ તરીકે, Amazon પર ₹5,000નો order seller તરફથી cancel થાય તો 10% મુજબ ₹500 fee લાગી શકે છે. ₹20,000ના order પર 8% પ્રમાણે ₹1,600 charge થઈ શકે છે. એટલે ઓછા માર્જિન પર કામ કરતા sellers માટે સમયસર dispatch અને cancellation ટાળવું વધુ મહત્વનું બનશે.


ગ્રાહકો પર પણ અસર થઈ શકે?

આ ચાર્જ સીધો seller માટે છે. પરંતુ જો sellersનો કુલ ખર્ચ વધી જાય તો ભવિષ્યમાં તે પ્રોડક્ટની કિંમત પર અસર કરી શકે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM