KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Tata Tigorનું બદલાશે નામ? નવા લુક અને ફીચર્સ સાથે Tata Aeris તરીકે થઈ શકે લોન્ચ

ટાટા મોટર્સ પોતાની કોમ્પેક્ટ સેડાન Tigorને મોટા અપડેટ સાથે રજૂ કરી શકે છે. અહેવાલો અને પેટન્ટ ડિઝાઇન અનુસાર, કારનું નામ બદલીને Tata Aeris રાખવામાં આવે તેવી શક્યતા છે.

desk@kuberanowPublished On : 21 Sept 2026
Tata Aeris
Tata AerisAI Generated Image

ભારતની અગ્રણી કાર ઉત્પાદક કંપની ટાટા મોટર્સ પોતાની કોમ્પેક્ટ સેડાન Tigorને 25 સપ્ટેમ્બર, 2026નાં રોજ મોટા અપડેટ સાથે રજૂ કરશે. કંપનીની SUV કારને બજારમાં સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ કોમ્પેક્ટ સેડાન (Compact Sedan) સેગમેન્ટમાં Tigorને Maruti Dzire, Hyundai Aura અને Honda Amaze જેવી કારથી ગળાકાપ સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ટાટા Tigorને નવા લુક, આધુનિક ફીચર્સ અને સંભવિત નવા નામ સાથે રજૂ કરી શકે છે. અગાઉ TATA.CARS દ્વારા એક ટીઝર વીડિયો અને સોશિયલ મીડિયા પર બે પોસ્ટ્સ જાહેર કરવામાં આવી છે, જેમાં નવી સેડાનની કેટલીક માહિતી આપવામાં આવી છે.


નવી સેડાન Tata Aeris નામથી લૉન્ચ થઈ શકે


મીડિયા રિપોર્ટ્સ અને સામે આવેલી પેટન્ટ ડિઝાઇનના આધારે માનવામાં આવી રહ્યું છે કે અપડેટેડ Tata Tigorને Tata Aeris નામ આપવામાં આવી શકે છે. આ કાર હાલની Tigorનું સ્થાન લઈ શકે છે. જોકે, ટાટા મોટર્સે નવા નામ, લોન્ચિંગ કે સ્પેસિફિકેશન અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. ‘Aeris’ નામ લેટિન ભાષાના હવા સાથે સંબંધિત શબ્દ પરથી લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ટાટાની નવી બ્રાન્ડ ઓળખને ધ્યાનમાં રાખતાં આ નામ કંપનીની આગામી કારોના નામકરણનો ભાગ બની શકે છે. ભવિષ્યમાં તેનું ઇલેક્ટ્રિક વર્ઝન Aeris.ev નામથી રજૂ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Tata Aeris



ડિઝાઇનમાં કેવા ફેરફાર થયા છે?


પેટન્ટ તસવીરો મુજબ નવી સેડાનમાં Tigorની મૂળ નૉચબેક ડિઝાઇન યથાવત્ રાખીને તેને વધુ આધુનિક બનાવવામાં આવી શકે છે. તેના આગળના ભાગમાં પાતળી ગ્રિલ, નવું બમ્પર, અપડેટેડ LED હેડલેમ્પ અને નવા LED DRL મળી શકે છે. કારમાં નવા એલોય વ્હીલ અને અન્ય કેટલાક એક્સટિરિયર ફેરફાર પણ જોવા મળી શકે છે.


કેબિનમાં મળી શકે મોટી ટચસ્ક્રીન


કારના કેબિનમાં અપડેટેડ ડેશબોર્ડ સાથે મોટી ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ મળી શકે છે. આ ઉપરાંત અપડેટેડ Tiago જેવું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી, વાયરલેસ ચાર્જર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ સામેલ થઈ શકે છે.


Tata Aeris


સુરક્ષા પર અપાયું વિશેષ ધ્યાન


Tata Aerisમાં છ એરબેગ સ્ટાન્ડર્ડ આપવામાં આવે તેવી શક્યતા છે. તેની સાથે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા અને હિલ-હોલ્ડ આસિસ્ટ જેવા સુરક્ષા ફીચર્સ પણ મળી શકે છે.


પેટ્રોલ અને CNG વિકલ્પ યથાવત્ રહી શકે


પાવરટ્રેનમાં શરૂઆતના તબક્કે હાલના પેટ્રોલ અને CNG વિકલ્પોને આગળ વધારવામાં આવી શકે છે. નવી Tata Aerisની સંભવિત એક્સ-શોરૂમ કિંમત આશરે ₹6 લાખથી ₹10 લાખ વચ્ચે રહેવાનો અંદાજ છે. જોકે, કારની કિંમત, ફીચર્સ અને લોન્ચિંગ સમય અંગેની સાચી વિગતો કંપનીની સત્તાવાર જાહેરાત પછી જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: TVS અપાચે અને રોનિનના નવા મોડલ લોન્ચ, નવા ફિચર્સ ગ્રાહકોને આકર્ષે તેવા


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM